मिलता है।" />
ફોલ આર્મી વોર્મ મકાઈ ને કોઈ નુકસાન ના પહોંચાડી શકે - કોરકો
લાંબી મુદતનું નિયંત્રણ, ઈયળો અને રસચૂસક જંતુઓ માટે એક ઉત્તમ જંતુનાશક, બહેતર ઈંડાંનાશક.
તબક્કો ૧/દિવસ (૧-૩) : મકાઈની લશ્કરી ઈયળ (ફોલ આર્મી વોર્મ) ની માદા ૧૦૦-૧૫૦ ઈંડાના સમૂહમાં પોતાના જીવનકાળ દરમિયાન પાંદડાની નીચે કુલ ૬૦૦-૧૫૦૦ ઈંડા મૂકે છે. આ ઈંડા છોડના થડ અને પાંદડાંના અન્ય ભાગમાં પણ જોઈ શકાય છે.
તબક્કો ૨/દિવસ (૩-૬) : લાર્વા ઈંડામાંથી બહાર નીકળીને પર્ણો ખાવા લાગે છે.આનાથી પર્ણો પર બારીઓ જેવી જાળીઓ બને છે. જો મકાઈના ડૂંડાનું નિર્માણ થઈ ચૂક્યું હોય તો લાર્વા એમાં છેદ કરીને અંદ૨ આવેલાં નરમ દાણા ખાય છે.
તબક્કો ૩/દિવસ ૬-૧૪ : ૪-૬ દિવસોમાં લાર્વા થડમાં ઘૂસી જઈ થડનો નાશ કરે છે, જેને કા૨ણે નવા પર્ણો અને ડૂંડાનું નિર્માણ અટકી જાય છે. આનાથી ઉત્પાદન ખૂબ ઓછું થાય છે.
તબક્કો ૪/દિવસ ૧૪-૨૩ : ૧૪ દિવસ પછી પુખ્ત વયની લાર્વા નીચે જમીન પર પડી જાય છે અને જમીનમાં ૨-૮ સે.મી. ઊંડાઈએ લાર્વા કોશેટામાં લપેટાઈ જાય છે.૮-૯ દિવસ કોશેટામાં રહ્યા પછી એ પુખ્ત વયનું પતંગિયું બનીને બહાર નીકળે છે. આ ફોલ આર્મી વોર્મ પતંગિયું ફરીથી પોતાનું જીવનચક્ર શરુ કરે છે.
મકાઈની લશ્કરીઈયળ (ફોલ આર્મી વોર્મ) આફ્રિકામાં જોવા મળતી ઈયળની પ્રજાતિ છે, જે હવે ભારતમાં પણ જોવા મળે છે. આ ઈયળે આફ્રિકાના મકાઈ ઉગાડતા ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે ખેડૂતોનો મકાઈનો પાક ૩૦ થી ૪૦ ટકા નાશ પામ્યો હતો.
મકાઈની લશ્કરી ઈયળ (ફોલ આર્મી વોર્મ)ના જીવન ચક્રમાં એના લાર્વા સૌથી વધારે નુકસાનકારક સાબિત થાય છે. મકાઈની લશ્કરી ઈયળ (ફોલ આર્મી વોર્મ) ના લાર્વા ૮૦ પ્રકારના મુખ્ય છોડોને પોતાનું ભોજન બનાવે છે. એમાં મુખ્ય મકાઈ, ડાંગર, શેરડી, જુવાર, કપાસ અને શાકભાજી છે.
આ લાર્વા આરંભિક અવસ્થામાં પાકને ૧૫ થી ૨૫ ટકા નુકસાન પહોંચાડે છે.જો યોગ્ય સમયે એના પર નિયંત્રણ મેળવવામાં ના આવે તો નુકસાન ૩૦ થી ૩૫ ટકા જેટલું વધી જાય છે અથવા પૂરેપૂરો પાક બરબાદ થાય છે.
એક બીજી આશ્ચર્યજનક વાત એ છે કે આ કીટક ઘણી પેઢીઓનું પ્રજનન એક જ વર્ષમાં કરી શકે છે. એની પુખ્ત વયની ઈયળ એક જ રાતમાં ૧૦૦ કિમી સુધી સફર કરી શકે છે.
સંશોધનોથી જાણવા મળ્યું છે કે મકાઈની લશ્કરી ઈયળ (ફોલ આર્મી વોર્મ) ને આરંભિક તબક્કામાં જ રોકવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થઇ શકે.
મકાઈની લશ્કરીઈયળ (ફોલ આર્મીવોર્મ)ના લાર્વાને અટકાવવા માટે જાપાનમાં શોધાયેલીદવા કોરકો!
કેટરપિલર માટે ઉત્તમ જંતુનાશક, લાંબા ગાળા સુધી નિયંત્રણ.
મલ્ટિ-ફંક્શનલ અને મલ્ટિ-ક્રોપ ઉપયોગી, છુપાયેલ જીવાતોને પણ મારી નાખે.
ઉત્તમ ઈંડા નાશક, ઈંડાથી લઈ લાર્વાના સ્ટેજ સુધીની તમામ અવસ્થાઓ સુધી નિયંત્રણ.
ઝડપી મારક : ટ્રાન્સલેમિનાર પ્રક્રિયા સાથે પેટ અને સંપર્ક દ્વારા ઉપયોગના 24 કલાકની અંદર જીવાતો નો નાશ કરે છે.
વાપરવા માં સરળ અને પાક માટે સલામત.
કોરકો નો છંટકાવ કર્યા પછી તે પાંદડાની નીચેની સપાટી સુધી પહોંચે છે અને જંતુઓને મારી નાખે છે.
કોરકોનોછંટકાવકર્યાપછી ઈયળો પાંદડા કોતરવાનું-ખાવાનું બંધ કરી દે છે અને થોડા કલાકોમાં તેઓ લકવાગ્રસ્ત થઈ જાય છે.
જ્યારે અન્ય જંતુનાશકોની ઈયળ પર અસર નથી થતી, ત્યારે કોરકો એક અસરકારક શસ્ત્ર છે! કોરકોનું મિશ્રણ સારી રીતે બનાવો અને તેને સરખી રીતે સ્પ્રે કરો.
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ દ્વારા ફૉલ આર્મી વોર્મના નિયંત્રણ માટે પ્રમાણિત.
પ્રમાણ - મકાઈ - 300 ગ્રામ /એકર
સાવધાનીઓ - કોરકોનું મિશ્રણ સારી રીતે બનાવો અને બરોબર છંટકાવ કરો.
જો તમે કોરકો ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
સલામતી ટીપ્સ:
***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.