કથીરીથી મળે તરત થી લાંબી રાહત - પૉર્શન


પૉર્શન શું છે?

પૉર્શન એક નવું રસાયણ છે, જેને ઊંડા વૈજ્ઞાનિક સંશોધન પછી વિકસાવવામાં આવ્યું છે, જેથી દરેકે દરેક સ્થિતિમાં જંતુઓને નિયંત્રિત કરી શકાય. પૉર્શનની આ વિશેષતા ખેડૂતોને પુખ્ત જંતુઓની સાથે જંતુઓનાં ઇંડા, લાર્વા અને નિમ્નને પણ નિયંત્રિત કરવામાં મદદ કરશે, જે ખેડૂતોનાં પાકને મોટું નુકસાન કરે છે. આ રીતે પૉર્શન જંતુઓ પર લાંબા સમય સુધી નિયંત્રણ પ્રદાન કરે છે.

પૉર્શન જંતુઓ પર કેવી રીતે કામ કરે છે?

પૉર્શન એક જંતુનાશક છે, જેમાં IGR (ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર) અને GABA (ગાબા- એમિનોબ્યૂટિરિક એસિડ) ઉત્તેજક પ્રક્રિયા થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો પૉર્શન એકIGR સ્વરૂપે ઇંડાઓને ફૂટતાં રોકે છે અને નિમ્નો (જે સામાન્ય રીતે પાન, શૂટ અને ફૂલોનાં રસ ચૂસે છે)નાં જીવનચક્રનાં આગામી તબક્કામાં વિકસતાં અટકાવે છે.

GABA (ગાબા-એમિનોબ્યૂટિરિક એસિડ) ઉત્તેજક સ્વરૂપે આ પુખ્ત જંતુઓનાં ચેતાતંત્રનો નાશ કરે છે, જેનાથી તેમની ભોજનની પ્રક્રિયા અટકી જાય છે, તેઓ લકવાગ્રસ્ત થઈ જાય છે અને છેવટે મરી જાય છે. આ રીતે પૉર્શન ઇંડા, લાર્વા, નિમ્ન અને પુખ્ત એમ તમામ તબક્કાઓના જંતુઓનો મુકાબલો કરે છે.

પૉર્શન કેમ?


કથીરી ભારતીય ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જંતુ છે, જે એક મોટો પડકાર પ્રસ્તુત કરે છે. નિમ્ન અને પુખ્ત એમ બંને વિવિધ પાકો, જેમ કે મરચાં, ટમેટાં, રિંગણા, કપાસ, ચોખા, ચા, ખાટાં ફળ, સફરજન અને ફળોને નુકસાન કરે છે.

કથીરી, નાનાં છીદ્રો પાડતાં અને ચૂસતાં જંતુઓ, જો નજરઅંદાજ કરવામાં આવે તો વિવિધ પાકને ગંભીર જોખમ પેદા થઈ શકે છે અને ખેડૂતોનો મોટું નુકસાન અને આર્થિક હાનિ થઈ શકે છે.

ખેડૂત આ જંતુને નિયંત્રત કરવા અનેક પ્રકારનાં એકરાઇસાઇડ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ઝડપથી વધતી સંખ્યાને નિયંત્રિત કરવી એક મોટો પડકાર છે.

પુખ્ત અને નિમ્ન બંને ખાઈને મહત્વપૂર્ણ નુકસાન કરે છે એટલે બંને ચરણોને નિયંત્રણ કરવા અતિ જરૂરી છે. આ જ કારણે સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડે પૉર્શનને રજૂ કર્યું છે, જે એકસાથે બંનેને નિયંત્રિત કરી શકે છે.

Sumitomo portion

પૉર્શનનાં મહત્વપૂર્ણ લાભ શું છે?


પૉર્શન કથીરી (માઇટ્સ)નાં તમામ અવસ્થાને નિયંત્રિત કરે છે.

તાત્કાલિક અસરકારક કાર્યવાહી.

આંતરપ્રવાહી (Translaminar) અને સીસ્ટેમીક (systemic) પ્રક્રિયા.

લાંબા ગાળાનું નિયંત્રણ (લાંબી રાહત).

એ માઇટ્સનો નાશ કરે છે, જેમની અન્ય જંતુનાશકો પ્રત્યે સહનશક્તિ વિકસિત થઈ ગઈ છે.

પ્રતિ એકર નિયંત્રણનો ઓછો ખર્ચ.

વધારે વરસાદ સામે સહનશીલતા.

Sumitomo portion

પૉર્શનઃ કથીરીના તમામ ચરણોને અસર કરે છે.

Sumitomo portion

પૉર્શન ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


ઉપયોગનો સમય : પોર્શનનો ઉપયોગ કથીરી દેખાતાં જ શરૂઆતમાં જ કરો (3થી 5 માઇટ/પાન)

પ્રમાણ : 180 મિલી/એકર

છંટકાવ માટે ઉપયોગ થનારું પાણી પ્રતિ એકર : 200 લિટર

પૉર્શનનો ઉપયોગ સમયે સાવચેતી

પૉર્શનનો છંટકાવ કરતાં સમયે પર્યાપ્ત માત્રામાં પાણીનો ઉપયોગ કરો.

પાક પર છંટકાવનું સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત કરવુ.

પૉર્શનનો ઉપયોગ કથીરીની શરૂઆતના પ્રાથમિક તબક્કામાં કરો (3-5 માઇટ/પાન).

Sumitomo portion

શું તમે પૉર્શન નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે પૉર્શન ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે પૉર્શન ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.